ગઝલ

યાદનો મારા હયદ પર ભાર છે,

એટલે તો આંખમાં આ ક્ષાર છે.

હાથ છેટે હોય છે મંજિલ છતાં

આપનો પ્રવાસ બારોબાર છે.

ડૂબવાની ત્યાં મજા આવી મને,

આંખમાં તારી સનમ મઝધાર છે.

તું કહે છે એટલા લાવી દઉં,

આભપાસે ચાંદ ક્યાં બેચાર છે?

જિંદગી ભર એટલે દોડ્યા કરું,

આંબાવાનો મોતને વિચાર છે.

આ હયદય પર હાથ તું રાખીશ ના

તાર વીણાના અને જાણકાર છે.

આવજો કહી ‘તખ્ત’ તો ચાલ્યો જશે,

આવજોમાં એક ઇંતેજાર છે.

        ------તખ્ત સોલંકી 

Comments

Post a Comment