ગઝલ યાદનો મારા હયદ પર ભાર છે , એટલે તો આંખમાં આ ક્ષાર છે. હાથ છેટે હોય છે મંજિલ છતાં આપનો પ્રવાસ બારોબાર છે. ડૂબવાની ત્યાં મજા આવી મને , આંખમાં તારી સનમ મઝધાર છે. તું કહે છે એટલા લાવી દઉં , આભપાસે ચાંદ ક્યાં બેચાર છે ? જિંદગી ભર એટલે દોડ્યા કરું , આંબાવાનો મોતને વિચાર છે. આ હયદય પર હાથ તું રાખીશ ના તાર વીણાના અને જાણકાર છે. આવજો કહી ‘ તખ્ત ’ તો ચાલ્યો જશે , આવજોમાં એક ઇંતેજાર છે. ------ તખ્ત સોલંકી